સુરતના કાપોદ્રામાં મહિલા સાથે મારામારી. પ્રભુદર્શન સોસાયટીમાં બનેલી મારામારીની ઘટનાના વીડિયો સોશલ મીડિયામાં થયા વાયરલ. જરા જુઓ આ વાયરલ વીડિયો. બાળકને લઈને થયેલ બોલાચાલી બાદ બળદેવ ખતરાણી નામનો યુવક ઉશ્કેરાય ગયો. ઘર જઈને આરોપી યુવકે મહિલાને ઢોર માર માર્યો. વાળ પકડીને મહિલાને જમીન પર ઢસડી. આસપાસની અન્ય લોકોએ મહિલાને છોડાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવક સતત મહિલાને માર મારતો રહ્યો. એટલુ જ નહીં.. બળદેવ નામના આરોપીએ એક વ્યક્તિ સાથે પણ મારઝૂડ કરી. જો કે મારામારીની આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો.. વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે આરોપી બળદેવ ખતરાણીને પકડવા તપાસ હાથ ધરી છે..
હાથમાં તલવાર સાથે ડાન્સ. સંગીતના તાલ પર યુવકો તલવાર સાથે કરી રહ્યા છે જોખમી ડાન્સ. નાચતા નાચતા એક યુવક જમીન પર ઢળી પડ્યો. ટીવી સ્ક્રિન પર દેખાતા આ દ્રશ્યો સુરત જિલ્લાના વરેઠી ગામના છે. જ્યાં નવરાત્રીમાં ડીજે પર કેટલાક યુવાનોએ તલવાર સાથે ડાન્સ કરતા વીડિયો વાયરલ થયા. કેટલાક યુવાનો હાથમાં તલવાર લઈને નાચવા લાગ્યા હતા. જો કે વાયરલ વીડિયો બાદ માંડવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. તલવાર સાથે ડાન્સ કરીને સ્ટંટ કરતા યુવકોની અટકાયત કરીને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન

Category
🗞
News