વલસાડ નગરપાલિકાનું બ્યૂટિફિકેશનના નામે ગતકડું... વલસાડ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બ્યૂટિફિકેશન માટે કૂંડા મૂક્યા... હેતુ હતો કૂંડા મુકવાથી ત્યાં કોઈ કચરો નહીં ફેકે અને શહેર પણ હરિયાળું દેખાશે... કોઈ કચરો નાખે અથવા તો કૂંડા જ ચોરી જાય તો તેના માટે CCTV પણ લગાવ્યા. કુલ 95 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો... જે કૂંડા મુક્યા... તે એક કૂંડાની કિંમત 300 રૂપિયા હોઈ શકે... એવામાં વલસાડ પાલિકાના 95 લાખના ખર્ચની ગણતરી બેસતી નથી. વલસાડ નગરપાલિકાએ કેટલા કૂંડા મુક્યા અને કેટલા CCTV લગાવ્યા... તેની વિગત માગતા જ અધિકારી ગલ્લાંતલ્લાં કરવા માંડે છે. હાલ જે CCTV લગાવવામાં આવ્યા છે... તેનું મોનિટરિંગ પણ નગરપાલિકા પાસે નથી.. કૂંડા મુક્યા બાદ તેમાં છોડ પણ સૂકાઈ ગયા છે. વલસાડ નગરપાલિકાના પ્રમુખે તો તપાસ કરવાની ખાતરી આપી... તો ચીફ ઓફિસરે કહ્યું કે, એજન્સી પાસે ખુલાસો મગાશે..
Category
🗞
News