Skip to playerSkip to main contentSkip to footer
  • 3 days ago
અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. અહીં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા કો-ઓપરેટીવ સોસાયટીના એક મકાનમાં ભયંકર આગની ઘટના બની છે.   મકાનમાં પાંચ વ્યક્તિ રહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  પ્રત્યકદર્શીના જણાવ્યા મુજબ આ મકાનમાં રહેતા વ્યક્તિ એસીનું કામ કરી રહ્યા છે. ત્યાં મકાનમાં 14થી 15 બ્લાસ્ટ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

ધારાસભ્ય અમિત ઠાકર પણ સ્થળ પર પહોંચ્યા છે.  આ આગમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે.  આસપાસના મકાનમાં રહેલી બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જીવરાજ પાર્કમાં આવેલા મકાનમાં લાગેલી આગ એટલી બધી વિકરાળ છે કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

Category

🗞
News

Recommended