પક્ષના નવસર્જનના ભાગરૂપે AICCએ રાષ્ટ્રીય અધિવેશન બાપુનું કર્મભૂમિ સાબરમતી તટે કર્યું. ગઈકાલે CWCની બેઠકમાં સરદાર પટેલને કોંગ્રેસે ખૂબ યાદ કર્યા તો આજે કોંગ્રેસના તમામ નેતાઓએ આજે પક્ષમાં નવચેતનનો સંકલ્પ કર્યો. મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં AICCના ડેલિગેટ્સે તેમના પ્રતિભાવો આપ્યા સાથે જ તમામ પ્રદેશોમાં જિલ્લા સ્તરનું સંગઠન મજબૂત કરી ફરી એકવાર કોંગ્રેસના નવસર્જનનું આયોજન કરાયું.. જેની શરૂઆત 15મી થી ગુજરાતથી જ થશે.
જોકે ગુજરાત સહિત દેશમાં જીત જરૂરી છે. તેનો જ મંત્ર આપવા આવેલા ખડગેએ તમામને સંભળાવી દીધું કે પહેલા જીતો અને પછી નારા લગાવો.એટલું જ નહીં નિષ્ક્રિય રહેનાર નેતાઓને ચીમકી પણ આપી દીધી. અધિવેશન દરમિયાન કોંગ્રેસના નેતાઓના નિવેદનમાં પક્ષ સાથે ગદ્દારી કરનાર નેતાઓને દૂર કરવાની આક્રોશ સાથેની વાત સ્પષ્ટ જોવા મળી..

Category
🗞
News