Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
સુરતમાં મહિલા અને યુવતીને માર મારનાર સિક્યૂરિટી ગાર્ડ સહિત બે આરોપીની ધરપકડ. વાયરલ વીડિયો 6 એપ્રિલનો છે.. આરોપ છે કે, APMC વિસ્તારમાં મહિલાએ શાકભાજીની ચોરી કરી હતી. જેને લઈને સિક્યૂરિટી ગાર્ડ અને અન્ય એક શખ્સે મહિલા અને યુવતીને બેરહેમીપૂર્વક માર માર્યો. મહિલાના વાળ ખેંચી તેને રસ્તા પર ઢસેડી. વાયરલ વીડિયોના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી.

સુરત Apmcમાં સિક્યુરીટી જવાનોએ કાયદો લીધો હાથમાં. મહિલાઓને વાળ ખેંચી ખેંચીને મારી. જુઓ આ સિક્યુરિટી ગાર્ડને પહેલા મહિલાને વાળથી પકડીને ખેંચી. બરાબર ઢસડીને પછી પેટ પર મારી જોરદાર લાત. એટલું ઝનૂન સવાર હતુ કે પોતાના કપડાના પણ ઠેકાણા ન રહ્ય. હવે આ બીજા ગાર્ડને જૂઓ.. એ પણ મહિલાને વાળથી પકડી પકડીને મારી રહ્યો છે. ઘટના કંઈક એવી હતી કે 6 તારીખનો એ દિવસ.. જ્યારે મહિલા અને નાના બાળકો Apmcના ગેટમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે.. સિક્યુરિટીએ તેને અટકાવ્યા. તો પહેલા એક બાળકીએ સિક્યુરિટી ગાર્ડને પથ્થરો માર્યા... બાદમાં અન્ય મહિલાઓનું ટોળુ ત્યાં આવ્યું અને પથ્થર મારો કર્યો.. સિક્યુરિટી ગાર્ડ લોહી લુહાણ થયો.. અને હાથમાં ફ્રેક્ચર થયું. સિક્યુરિટી જવાનોના મતે આ મહિલાઓ અહીં નીચે પડેલી શાકભાજી વિણવા આવે છે.. સારી શાકભાજીઓની પણ ચોરી કરે છે..  જે શાકભાજી બાયોગેસ બનાવવા ઉપયોગમાં લેવાય છે.. તેથી આ ચોર મહિલાઓને અટકાવતા તેણે હુમલો કર્યો હતો. તો સિક્યુરિટી જવાનોએ તે મહિલાઓને માર માર્યો. જો કે મારામારીનો વીડિયો વાયરલ થતા પુણે પોલીસે કાર્યવાહી કરી છે.

Category

🗞
News

Recommended