રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિક સચિવ એવા દિનેશ પરમાર પર લાગ્યો છે 30 લાખની લાંચ માંગવાનો આરોપ.. જોકે ભાવનગરના એક કેસમાં તપાસ માંથી ક્લીનચીટ આપવા માટે તેમને તેમના મળતિયા એવા ડોક્ટર ગિરિશ પરમાર થકી લાંચ માંગી હતી. એન્ટિ કરપ્શન બ્યૂરોને ફરિયાદ મળતા છટકુ ગોઠવાયું તો 15 લાખ લાંચ પેટે સ્વિકારનાર ગિરિશ પરમાર રંગે હાથ ઝડપાયા.જોકે અધિક સચિવ એવા દિનેશ પરમાર હાથ લાગ્યા નથી પણ તેમની ગિરિશ પરમાર સાથેની સાંઠગાઠના પુરાવા એસીબીને જરૂર મળ્યા છે. પોલીસ પકડમાં આવેલા ડોક્ટર ગિરિશ પરમાર અમદાવાદમાં ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજના ડીન છે જ્યારે અધિક સચિવ તેવા દિનેશ પરમાર નિવૃતિ બાદ એક્ટેન્શન પર સેવા આપી રહ્યા છે. આરોગ્ય વિભાગે એક્સ્ટેન્શન પર ફરજ બચાવતા અધિક સચિવ એવા દિનેશ પરમાર સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ કરી લીધી છે.
Category
🗞
News