કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે, રાહુલ ગાંધીજી હોય કે સોનિયા ગાંધીજી હોય તેઓ દેશની એકતા માટે લડે છે. ઇન્દિરાજીએ એકતા માટે 32 ગોળી ખાઈને પ્રાણ ત્યાગી દીધા અને રાજીવ ગાંધીએ પણ એકતા માટે પ્રાણ ગુમાવ્યા. અમે લઘુમતિ, અસ્પૃશ્યો, ગરીબ સાથે છીએ. કોઈપણ જાતિના હોય સૌનું ભલું કરવા માટે કોંગ્રેસ ઉભી છે. કોંગ્રેસ હંમેશા તમારી સાથે રહેશે. સમર્થન આપો સાથે મળીને કામ કરીશું. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર જરૂર બનાવશે. 7-8 ટકા વોટથી જ પાછળ છીએ અને અમે એ વોટ લઈશું. શક્તિસિંહ તમારી શક્તિ બતાવો. સૌને સાથે લો અને અમે તમારી સાથે છીએ. રાહુલજી તમારી સાથે છે. સોનિયા ગાંધીજી તમારી સાથે છે. હું તમારી સાથે છું. લોકોને જોડો આપણે આગળ વધીશું.
Category
🗞
News