Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
અમદાવાદમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે, ત્યારે સીડબલ્યુસી અને અધિવેશનમાં ઉપસ્થિત રહેવા પહોંચેલા પી. ચિદમ્બરમની ગઈકાલે બપોરે લૂ લાગવાના કારણે અચાનક તબિયત લથડી હતી. પૂર્વ નાણામંત્રી અને પીઢ કૉંગ્રેસી નેતા પી. ચિદમ્બરમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કેમ કે મહેમાન હોય કે મુલાકાતી તેમને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તેની પરંપરા ગુજરાતમાં આદિકાળથી ચાલતી રહી છે. તે જ પરંપરાને આગળ વધારવાનો ઉત્કૃષ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરૂ પાડ્યું છે. રાજ્યમાં આવેલા મહેમાનોની વ્યવસ્થાને લઈ પક્ષ વિપક્ષની બાબતને ધ્યાનમાં લીધા સિવાય દેશભરમાંથી આવેલા કૉંગ્રેસના નેતા-કાર્યકર્તાને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન પણ પ્રશાસન તરફથી રખાયું છે. પી. ચિદમ્બરની નાદુરસ્ત તબિયતની જાણકારી મળતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી તરીકેની પરંપરાને નિભાવી. પક્ષાપક્ષીમાં પડ્યા સિવાય ગુજરાત પહોંચેલા મહેમાનોને કોઈ તકલીફ ના પડે અને ખાસ કરીને પી. ચિદમ્બરમજીની લથડેલી તબિયત મુદ્દે કેન્દ્રિય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડાને સૂચના આપી હતી. જેના પરિપેક્ષમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને પણ આ વિશે સૂચના અપાઈ હતી. ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તુરંત હોસ્પિટલ પહોંચી પી. ચિદમ્બરમની સારવારમાં કોઈ કચાશ ના રહે તેની સૂચના અપાઈ. ઋષિકેષ પટેલે કાલે ઝાયડસ હોસ્પિટલના ડોકટરો સાથે ચર્ચા કરી, પી. ચિદમ્બરની સારવાર અને આરોગ્ય મુદ્દે તમામ સતત ધ્યાન રાખી ઋષિકેશભાઈ સતત અહેવાલ આપતા રહ્યા. પી. ચિદમ્બરની તબિયત સુધારા પર છે. હોસ્પિટલમાંથી રજા મળતા પી. ચિદમ્બરમ અધિવેશનમાં પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાથી એક વાત સ્પષ્ટ છે કે અતિથિ દેવો ભવની પરંપરાને સાકાર કરવા ગુજરાત હંમેશા અવ્વલ રહ્યુ છે તેની વધુ એકવાર પ્રતિતિ થઈ

Category

🗞
News

Recommended