ડાયમંડ નગરી સુરતમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રત્ન કલાકારો ઘણા સમયથી સરકાર પાસે પેકેજથી લઈને અનેક માંગણીઓ કરી રહ્યા છે. એવામાં સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ ખાતે 50થી વધુ રત્નકલાકારોની તબીયત લથડી છે.
સામે આવેલી વિગતો અનુસાર પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો રત્નકલાકારોએ આરોપ લગાવ્યો છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવથી ડાયમંડ કંપનીમાં ભયનો માહોલ છે. કૂલરનું પાણી દૂષિત હોવાની વાતથી અરાજકતા ફેલાઈ હતી. 50 જેટલા રત્નકલાકાર બેભાન થયા હોવાની વાત સામે આવી છે. કૂલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલું જોવા મળ્યું છે. જેના કારણે રત્નકલાકારો ગભરાયા હતા. જે બાદ સ્વયંભૂ રત્નકલાકારો પોતાનો રિપોર્ટ કરાવવા ભાગ્યા હતા. સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી. જો કે, સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

Category
🗞
News