Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
રાજ્ય સરકારે મહેસુલ વિભાગના 4 અલગ અલગ મહત્વના નિર્ણયો આજે જાહેર કર્યા છે. સરકારનો દાવો છે કે આ નિર્ણયો ખેડૂત. ગ્રામીણ વિસ્તાર. એફોર્ડેબલ હાઉસ...નગરપાલિકા વિસ્તાર. અને ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે. સરકારના 4 નિર્ણયો પૈકી પહેલો નિર્ણય ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોની ખેતીની જમીનને લગતો છે. જેમાં આ વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે પણ જમીનો છે તે જૂની શરતોમાં ગણાશે. અને તેના માટે કોઈ પણ પ્રકારનું પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી આ વિસ્તારોમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બનશે. મહેસુલ પ્રક્રિયા સરળ થતા ઔદ્યોગિકીકરણ વેપાર ધંધા, રોજગાર, એફોર્ડેબલ હાઉસની પ્રક્રિયાને વેગ મળશે. કેમ કે આ વિસ્તારોમાં ખેતીની જમીનને બિન ખેતી કરવા માટે તેમજ રિવાઈઝ NA કરવા કોઈ પણ પ્રકારનું પ્રમિયમ ભરવું પડશે નહીં. જો કે, આ નિર્ણય મહાનગરપાલિકાઓ. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારોમાં લાગુ પડશે નહીં. સાથે શરત ભંગની જ્યાં જ્યાં કાર્યવાહી થતી હોય તેવા કેસમાં પણ આ ઠરાવ લાગુ પડશે નહીં. ભુદાન, ટોચમર્યાદા ધારા હેઠળની જમીનો, સહકારી મંડળીઓને સાંથણીમાં ફાળવેલ જમીનના કેસમાં પણ આ નિર્ણય લાગુ પડશે નહીં.

Category

🗞
News

Recommended