Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
4 એપ્રિલે મહેસાણા જિલ્લાના દવાડામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હળવા મૂડમાં લોકો સાથે વાર્તાલાપ કર્યો. જો કે, વચ્ચે એક ગામના વ્યક્તિએ CMને પ્રશ્ન પૂછ્યો તો તેઓએ કહ્યું કે, અધિકારીઓએ ગોખાવ્યું હોય એટલું ન બોલતા. તમારા કોઈ પ્રશ્ન હોઈ તો કહેજો.

આ પહેલીવાર નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવારનવાર અધિકારી હોય કે ચૂંટાયેલા જનપ્રધિનીધીઓ તેને હળવી શૈલીમાં જાહેર મંચ પરથી માર્મિક ટકોર કરતા રહેતા હોય છે.

આવી જ એક ટકોર 20 માર્ચે કરી હતી. જળસંપતિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટને નિમણુંક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી કચેરીઓમાં અરજદારોને ધક્કા ન ખવડાવવાની સૂચના આપી હતી.

26 માર્ચે ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં થ્રી લેયર આઈકોનિક બ્રિજનું ખાતમૂહુર્ત કરવા ગયા હતા. આ પ્રસંગે તેમણે સ્વચ્છતા મુદ્દે હળવી ટકોર કરતા કહ્યું કે, નેતાઓ આવે એટલે નહીં પરંતુ કાયમી ધોરણે સાફ-સફાઈ થાય એ જરૂરી.

20 સપ્ટેમ્બરના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખૂલ્લા મંચ પરથી અધિકારીઓને ટકોર કરી કે જે પણ કામ થાય તે ક્વોલિટીવાળા થવા જોઈએ. ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ ન કરવા તાકિદ કરી.. સરકારનો પણ આગ્રહ એ જ છે કે વિકાસના કામમાં ક્વોલિટીમાં બાંધછોડ ક્યારેય ન થવી જોઈએ.

Category

🗞
News

Recommended