અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર. ફરી રફ્તારના રાજાએ સર્જ્યો અકસ્માત. 5 એપ્રિલે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક મોપેડ ચાલકને ટક્કર મારીને કાર ચાલક થઈ ગયો ફરાર. સીસીટીવીમાં કેદ હિટ એન્ડ રનના આ દ્રશ્યો જુઓ. મોડી રાત્રે 12.10 વાગ્યાનો સમય. સોલા ભાગવત વિદ્યાપીઠમાં રહેતા ગૃહપતિ ચૈતન્ય જૌશી અને ઋષિકુમાર હાર્દિક જોશી મોપેડ પર જતા હતા ત્યારે જ ફુલ સ્પીડમાં આવતા કાર ચાલકે અડફેટે લીધા. એટલુ જ નહીં.. બંન્નેને ફુટબોલની માફક ફંગોળીને કાર ચાલક એ જ સ્પીડમાં કાર ચલાવીને ફરાર પણ થઈ ગયો. ઈજાગ્રસ્ત બંન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.. જો કે ઘટનાને બે દિવસ વિત્યા છતા પણ આરોપી પોલીસ પકડથી દુર રહેતા ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. પરિવારજનોનો આરોપ છે કે કારનો નંબર આપ્યો હોવા છતા પોલીસ હજુ સુધી આરોપીઓને પકડી શકી નથી.. સોલા પોલીસે ફરિયાદના આધારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે
Category
🗞
News