• 5 years ago
હનુમાન જયંતીના દિવસે દરેક વ્યક્તિ પૂજા પાઠ કરીને બજરંગબલીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે. બજરંગબલીની પૂજા કરતા પહેલા એકવાર આપની રાશિ મુજબ શુ કરવુ જોઈએ એ જરૂર જાણી લો..
મેષ રાશિ - મેષ રાશિના જાતક એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃષ રાશિ - વૃષ રાશિના જાતક રામચરિતમાનસના સુંદર-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો.
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોએ રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો.
કર્ક રાશિ - કર્ક રાશિના જાતકોએ પંચમુખી હનુમંત કવચનો પાઠ કરીને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો.
સિંહ રાશિ - સિંહ રાશિ રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો
કન્યા રાશિ - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીવા પ્રગટાવો.
તુલા રાશિ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃશ્ચિક રાશિ
- હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો
ધનુ રાશિ - રામચરિતમાનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં આરોગો.
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસુર ચઢાવીને માછલીઓને ખવડાવો.
કુંભ રાશિ -
રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરે અને હનુમાનજી પર મીઠી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવે
મીન રાશિ - હનુમંત બાહકનો પાઠ કરે અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવે.

Category

🗞
News

Recommended