હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે... ત્યાં તો અરવલ્લીના મેશ્વો ડેમ પાસેના નદી કાંઠાના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. શામળાજી... શામળપુર... ખારી... મેરાવાડા... સુનોખ સહિત 15થી વધુ ગામોમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. ખેડૂતોની માગ છે કે મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે... ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું.. ત્યારબાદ ડેમમાંથી આજ દિન સુધી એક પણ વખત પાણી ન છોડાતા મેશ્વો નદી સૂકીભઠ્ઠ વેરાન ભાસી રહી છે... મૂંગા પશુઓ પોતાની તરસ છીપાવવા જ્યાં-ત્યાં ભટકી રહ્યા છે... કૂવા-બોરમાં જળસ્તર ઊંડા જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તરફ પ્રશાસનનું કહેવું છે કે, હાલ તો ડેમમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં છે... ખેડૂતોની માગણી પર પાણી અપાશે.. અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન 3 ડેમમાં પાણીનો પુરવઠો સરેરાશ 50 ટકા કરતા વધુ છે..
Category
🗞
News