• 2 days ago
ગુનેગારોના ઘર પર થતી પ્રશાસનની બુલડોઝર કાર્યવાહી વિરૂદ્ધ ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ.. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશલ મીડિયા પર પોસ્ટ કરીને ગુંડાતત્વોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી.. ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી તે સરાહનીય બાબત છે.. પરંતુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવી તેના પરિવારને સજા આપવી એ વ્યાજબી નથી.. આપણે મધ્ય યુગમાં નથી જીવતા.. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવુ જોઈએ.. સોશલ મીડિયામાં પોસ્ટ કરતા ડૉક્ટર ભરત કાનાબારે લખ્યુ કે બુલડોઝર જસ્ટીસ ઈઝ નો જસ્ટીસ ! અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારને બેઘર કરવાની વૃતિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તુટે તો પણ હલબલી જઈએ છીએ.. ચોમાસામાં છત પરથી કયાંક થોડુ અમથુ પાણી ચુવે તો જેમની ઉંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ન રહે તે જોયા પછી પણ નિરાંતે ઉંઘી શકીએ છીએ.. પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ..  પ્રશાસનની બુલડોઝર કાર્યવાહી પર ડૉક્ટર ભરત કાનાબારે ઉઠાવેલા સવાલો પર કૉંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભરતભાઈએ ગરીબોની ચિંતા કરી તે સારી બાબત છે.. ભાજપની નીતિ રીતિ ગરીબોની વિરૂદ્ધની રહી છે.. 

Category

🗞
News

Recommended