પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ સાયન્સ MSC કોલેજના સત્તાધીશો પર ગંભીર આરોપ.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિયમોને નેવે મુકીને પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ થતી હોવાનો કોલેજ પ્રશાસન પર લગાવ્યો આરોપ.. MSC સેમેસ્ટર ચારની પરીક્ષામાં વર્ગખંડમાં બેફામ ચોરી થતી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો.. એટલુ જ નહીં.. પરીક્ષા ખંડમાં મોબાઈલ, સાહિત્ય સહિતની તમામ વસ્તુઓ સાથે વિદ્યાર્થઈઓ બેફામ ચોરી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.. યુવરાજસિંહ જાડેજાએ તો એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વોટ્સએપ ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓ ઉત્તરોની ચર્ચા કરી રહ્યા છે.. 27 માર્ચથી 2 એપ્રિલ સુધીની પરીક્ષામાં ખુદ કોલેજના જ સંચાલકો વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યા હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવેલા આરોપોને કોલેજના સંચાલક સંજય પટેલે પાયાવિહોણા ગણાવ્યા.. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો દાવો કરીને ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનો સંજય પટેલ યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો..
Category
🗞
News