જૈનમુનિ શાંતિસાગર મહારાજને દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટ સંભળાવી 10 વર્ષની સજા. ઘટના વર્ષ 2017ની છે. વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે જૈનમુનિ શાંતિસાગર મહારાજે સુરત બોલાવ્યા હતા. તાંત્રિક વિધિ કરવાના નામે યુવતીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટમાં કેસ ચાલી જતાં ગઈકાલે કોર્ટે જૈનમુનિને દોષિત ઠેરવ્યા હતા. અને આજે 10 વર્ષની સજા ફટકારી. સાથે જ 25 હજારનો દંડ પણ કરાયો. આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરાયા હતા. 250 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. પીડિત યુવતીના માતા-પિતા અને ભાઈની જુબાની લેવામાં આવી હતી.. જૈનમુનિ શાંતિ સાગર 2017થી જેલમાં છે. 8 વર્ષથી જેલમાં હોવાથી હવે બે વર્ષ સજા કાપવી પડશે. ઓક્ટોબર 2027માં તેઓ છૂટી જશે. ઘટના વખતે યુવતી ઉંમર 19 વર્ષ જ્યારે જૈન મુનિની વય 49 વર્ષ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કડક દલીલો રજૂ કરી અને આરોપી જૈનમુનિને આજીવન કેદની સજાની માંગ કરી હતી. દલીલમાં તેમણે “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ…” શ્લોકનો ઉલ્લેખ કર્યો અને કહ્યું ગુરુનું સ્થાન માતા-પિતાથી પણ ઊંચું છે. પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા વધી જાય છે.
Category
🗞
News