ખેડાના રઢુ ગામે ખનન માફિયાઓએ બનાવેલ ગેરકાયદે બ્રિજના abp અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ પ્રશાસન આવ્યુ એક્શનમાં.. ખાણ ખનીજ વિભાગના કમિશનરે આપ્યા તપાસના આદેશ.. વાત્રક નદીનું વહેણ રોકી ખનન માફિયાઓએ ગેરકાયદે બ્રિજ બનાવ્યો હતો.. જે બાદ આજે જ ખાણ ખનીજ વિભાગની અલગ અલગ ટીમોએ માપણીની કામગીરી કરી.. રઢુ ગામની આસપાસ થયેલ માટી પુરાણોની તપાસ કરી અધિકારીઓએ માપણી કરી.. માપણી દરમિયાન જો રોયલ્ટી વગર કોઈ પુરાણ કરવામાં આવેલ હશે તો તેના માલિકોને દંડ પણ ફટકારવામાં આવશે.. જો કે બ્રિજ કોને બનાવ્યો હતો તે હકિકતથી પ્રશાસન હજુ પણ અજાણ છે.. ખેડા મામલતદારની તપાસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે.. અંદાજિત એક હજારથી વધુ મેટ્રિક ટન રેતી ચોરી થયાનું પ્રાથમિક અનુમાન છે..
Category
🗞
News