વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે 4 એપ્રિલની રાત્રે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કારચાલકે 2 ટુ-વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નશામાં ધૂત કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Category
🗞
News