જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો. આતંકવાદીઓએ પર્યટકો પર નામ અને ધર્મ પૂછીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 28 લોકોના મોત થયા હોવાની આશંકા છે. આતંકીઓએ 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા. જેમાં ત્રણ ગુજરાતી વિનોદભાઈ ભટ્ટ, મોનિકા પટેલ અને રિનુ પાંડે ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગરથી 20 પ્રવાસી ટ્રેન મારફતે વિનોદભાઈ ભટ્ટ કાશ્મીર ગયા છે. જેમાંથી વિનોદભાઈ ભટ્ટ ઈજાગ્રસ્ત છે..બાકીના તમામ લોકો સુરક્ષિત હોવાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો દાવો છે. હાલ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર મારફતે આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. ઘટનાને લઈને પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી. અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું. પ્રધાનમંત્રી સાથે વાત કર્યા બાદ અમિત શાહે દિલ્લીમાં ઈમર્જન્સી બેઠક બોલાવી. અને અમિત શાહ ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર પહોંચશે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. અને કહ્યું છે કે, ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને છોડવામાં આવશે નહીં. તેના ખરાબ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.
Category
🗞
News