જમ્મુ-કશ્મીરના પહલગામમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરિંગ.. પોલીસ ડ્રેસમાં આવેલા આતંકીઓએ પ્રવાસીઓ પર કર્યુ અંધાધૂંધ ફાયરિંગ. બૈસરન ઘાટીમાં અંધાધૂંધ ફાયરિંગ કરતા બે પ્રવાસીઓના મોત નિપજ્યા છે.. જ્યારે ત્રણ ગુજરાતી સહિત 12 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. માનિક પટેલ, વિનુ ભટ્ટ અને રિનો પાંડ્યે નામના ત્રણ ગુજરાતી પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વિનુ પટેલ ભાવનગરના વતની છે.. હાલ મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ, ડોક્ટર પરમેશ્વર અને કર્ણાટકના અભિજવન રાવ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને કાઢવા માટે એક હેલિકોપ્ટપરની પણ મદદ લેવામાં આવી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ પોતાના ખચ્ચર પર બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.. આતંકી હુમલાની જાણ થતા જ સીઆરપીએફની વધારાની ક્વિક રિએક્શન ટીમોને ઘટનાસ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હાલ તો સેનાની અલગ અલગ ટુકડીઓ આતંકીઓને શોધી રહી છે.. ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ નામ પૂછી પૂછીને આતંકીઓ ફાયરિંગ કર્યુ.. જમ્મુ-કશ્મીરમાં થયેલા આ આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી. આતંકી હુમલાની પ્રધાનમંત્રી મોદીએ જાણકારી મેળવી.. જરૂરી પગલા ભરવા માટે પીએમ મોદીએ સૂચના આપી. પીએમ મોદી સાથે વાત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાઈલેવલ બેઠક બોલાવી. હાઈલેવલ બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ-કશ્મીર જવા માટે રવાના થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોય શકે છે.. હુમલામાં આતંકી સંગઠન ધી રેસિસ્ટેન્ટ ફ્રન્ટ તંજીમનો હાથ હોવાની આશંકા છે..
Category
🗞
News