મહેસૂલ વિભાગના ઠરાવ મુદ્દે કૉંગ્રેસે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા.. ડૉક્ટર મનીષ દોશીએ કહ્યુ કે પોતાના મળતીયાને પહેલા સરકારી મિલકતો ભાડાપટ્ટે આપવાની, બાદમાં સરકાર એવો નિર્ણય કરે કે જેનો લાભ પોતાના મળતીયાઓને મળે.. કાયદાના સરળીકરણના નામે ભાજપ સરકારી મિલકતો મળતીયાઓને સોંપી ભ્રષ્ટાચાર કરવા માગે છે.. કૉંગ્રેસના આરોપોનો પ્રદેશ ભાજપે જવાબ આપ્યો.. પ્રદેશ ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી કે પ્રજા હિતના મુદ્દે પણ કૉંગ્રેસ વિરોધ કરે છે..
Category
🗞
News