દેવભૂમિ દ્વારકાના ઓખામાં કિસાન કૉંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન.. થાળી અને ફુંગળા વગાડીને કિસાન કૉંગ્રેસે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ.. કિસાન કૉંગ્રેસનો આરોપ છે કે RSPL અને ટાટા કેમિકલ નામની કંપની પ્રફુષણ ફેલાવીને વિસ્તારના જળ, જમીન, જંગલ અને દરિયાને પ્રદૂષિત કરે છે.. પ્રદૂષણને લીધે અતિ ખારા પાણીની બ્રાયન લાઈન તુટવાના કારણે ખારાશ ફેલાતી જાય છે.. કિસાન કૉંગ્રેસનો આરોપ છે કે ખેડૂતોની અનેક રજૂઆત છતા ન તો સ્થાનિક પ્રશાસન કે ન તો GPCBએ કોઈ કાર્યવાહી કરી નથી.. અને જો પ્રશાસન તરફથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો કિસાન કૉંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે..
Category
🗞
News