Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. પરંતુ આપણી નદીઓની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. પ્રદૂષણના કારણે આપણી જીવનદાયિની નદીઓનું અસ્તિત્વ જોખમમાં છે. "ઔદ્યોગિક કચરો, પ્લાસ્ટિક અને રાસાયણિક પદાર્થો નદીઓમાં ઠલવાઈ રહ્યા છે. જેનાથી જળચરોનું જીવન અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે.

બહુચરાજી હારીજ હાઈવે પરના સુરપુર ગામના પાટીયા પાસે ઝેરી કેમિકલની થેલીઓ 28 માર્ચે ઠલવાઈ હતી. આજે પણ અહીં મિકલનો જથ્થો એ જ સ્થિતિમાં પડેલો છે. રોડની સાઈડમાં જ કેમિકલની થેલીઓ ઠલવાતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. લોકોનું આરોગ્ય બગાડે તેટલું આ કેમિકલ ખતરનાક છે. 28 માર્ચે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ આપવા માટે તલાટીને આદેશ કર્યા હતા. જો કે, હજુ સ્થિતિ એમની એમ જ છે.

ત્રણ દિવસ પહેલા ભાજપના જ કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીનો ડ્રોન સર્વે કર્યો હતો. જેમાં નદીના 7 કિલોમીટર રેન્જમાં એક દારૂની ભઠ્ઠી, ત્રણ જગ્યાએ કેમિકલના આઉટલેટ અને એક જગ્યાએ ગેરકાયદે તબેલો મળી આવ્યો હતો. આ તમામ પ્રવૃત્તિઓથી નદીમાં સીધા ઝેરી પદાર્થ છોડવામાં આવી રહ્યા હતા. જેના કારણે નદીનું પાણી અત્યંત દૂષિત થયું છે.

Category

🗞
News

Recommended