• 6 years ago
ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃdivyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના નવમા એપિસોડમાં ભક્તિ કુબાવત સાથે ખાસ મુલાકાત કરી હતી ભક્તિનો જન્મ તો સાઉથ આફ્રિકામાં થયો હતો પરંતુ જ્યારે તે પાંચ મહિનાની હતી ત્યારે જ તેનો પરિવાર ભારત આવી ગયો હતો ભક્તિના પિતા સુરેશ કુબાવત ડોક્ટર તથા માતા રેખા ટીચર છે યુનિવર્સિટી ટોપર ભક્તિને સ્કૂલમાં ડોક્ટર કે એસ્ટ્રોનોટ બનવાનું વિચાર્યું હતું જોકે, પછી ભક્તિએ અમદાવાદની બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું હતું જાણીતી કંપનીમાં જોબ પસંદ કરવાને બદલે ભક્તિએ ગુજરાતી એક્ટ્રેસ બનવાનું નક્કી કર્યું હતું ભક્તિને એમ હતું કે ત્રણ-ચાર ફિલ્મ્સ કર્યાં બાદ તે નોકરી શરૂ કરશે પરંતુ આજે ભક્તિ ગુજરાતી સિનેમાની સફળ એક્ટ્રેસિસમાંથી એક છે ભક્તિની નવ જેટલી ફિલ્મ્સ રિલીઝ થઈ ચૂકી છે અને તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે વાતચીતમાં ભક્તિએ કહ્યું હતું કે તે ગુજરાતી ફિલ્મ્સમાં ક્યારેય કિસિંગ તથા બિકીની સીન્સ આપશે નહીં, કારણ કે તે આપણાં કલ્ચરમાં નથી

Category

🥇
Sports

Recommended