Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
રાજ્યની અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ થયો મોકળો. OBC અનામત અંગેના નિર્ણય બાદ રોટેશન જાહેર કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરને સૂચના આપી દેવામાં આવી છે.. તમામ જિલ્લા કલેક્ટરને સરપંચ સહિતના પદો માટેના રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.. કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયા છે. ત્યારે હવે આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ અટલી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી શકે છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

Category

🗞
News

Recommended