Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
અમદાવાદની રબારી વસાહત અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય..1 હજાર 100 માલધારી પરિવારને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે. રબારી સમાજના વસવાટ તેમજ ઢોર રાખવાની વ્યવસ્થા થઈ શકે તે માટે વર્ષ 1960-61માં સરકારે અમદાવાદ મનપાને જમીન ફાળવી હતી. આ જમીન પર પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતો બનાવાઈ. ચારેય રબારી વસાહતોના પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઇ ગયો.અનેકવાર માલધારી સમાજે સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક્ક આપવા રજૂઆત કરી હતી..જેને મંજૂરી આપવામાં આવી. આ માટે માલધારી પરિવારોએ જંત્રી મુજબ રકમ અને ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. જોકે, ફાળવાયેલી જમીનનો દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય  રીતે ઉપયોગ નહીં કરી શકાય તથા અન્યને વેચી પણ નહીં શકાય.

Category

🗞
News

Recommended