Gop hill | Gopnath mahadev | Gujarat tourism | ગોપનાથ મહાદેવ | ગોપ ડુંગર | गोप महादेव | hill station

Life is studio
Life is studio
0 followers
2 years ago
ગોપનું મંદિર જામનગર જિલ્લા જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામમાં આવેલું પ્રાચીન મંદિર છે. તે આશરેઇ.સ.૫૭૫-૬૫૦ના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલા અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે. તેનું સ્થાપત્ય ગાંધાર કળા અને ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોનો પ્રભાવ ધરાવે છે. આ મંદિરમાં ગર્ભગૃહ ચોરસ છે જેની આજુબાજુ બેવડા ચોગાનો આવેલા છે. તે વિશિષ્ટ પ્રકારનું શિખર ધરાવે છે.

પાંચ હજાર વર્ષ પહેલા ગોપ બાળાઓને ઝીણાવારી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભોંયરામાં કેદ કરવામાં આવી હતી, આ ગોપીઓની પ્રાર્થના સાંભળી શ્રીકૃષ્ણ ભગવાન ગોપ આવ્યા હતા અને ભોયરામાંથી ગોપીઓને છોડાવી હતી તથા રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ અહીંથી ગોપ ડુંગર પર પહોંચી ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઝીણાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા, ભોંયરૂ તેમ જ નદી કિનારે શિવાલય અને કૃષ્ણ ભગવાનના પગલાંની છાપ જોવા મળે છે. આમ શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત આ ગોપનાથ મહાદેવ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે.
પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર પર પગથીયાં ચડી જવું પડતું હતું, પણ મંદિરના મહંત દ્વારા ડુંગર ચઢવાનો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર નજીક ગુરૂઓની સમાધી પણ છે. ડુંગર પરથી તળેટીમાં આવેલ મોટી ગોપ ગામ ઉપરાંત ચોતરફ ઝરણાં, ચેકડેમ, તળાવ તથા અન્ય ડુંગરો આવેલા છે. આ ઉપરાંત ડુંગરની ઉત્તર-પૂર્વ દિશા તરફની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે.[

#gophill
#ગોપડુંગર
#गोपमहादेव
#gopnathmahadev
#krishna
#gujarattourism
#ગોપનાથમહાદેવ
#hillstation

Recommended