• 6 years ago
મહેસાણા: ગુજરાત માટે ગૌરવ કહી શકાય તેવી સાંસ્કૃતિક ગરબાની ઝલક રવિવારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં એનઆરજી સ્ટેડિયમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયેલા હાઉદી મોદી કાર્યક્રમમાં જોવા મળી હતી એમાંય નવરાત્રિમાં ગામેગામ ગવાતા મા બહુચરના ધામ શંખલપુરને જોડતો ‘આવો કંકુડિયામાં ચોખલિયા મેલાવો રે, એ રે ચોખલિયા ને શંખલપુર મોકલાવો રે, શંખલપુરથી બહુચર મા તેડાવો રે ’ ગરબો રજૂ થતાં જ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો ગુજરાતીઓ ઝુમી ઊઠ્યા હતા બીજીબાજુ, અમેરિકાની ધરતી ઉપર આ ગરબો ગવાતો શંખલપુર ગ્રામજનોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું

Category

🥇
Sports

Recommended