• 2 days ago
રાજ્યના માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સામાન્ય નાગરિક ઘરેથી બહાર નીકળે ત્યારે પરત ક્યારે આવશે તે તેના પરિવારને ચિંતા હોય છે. કારણ કે પરત જીવતો આવશે કે મરેલો આવશે તેનો કોઈ ભરોસો નહીં. આ એટલે કહેવું અને બોલવું પડે છે કારણ કે સતત અકસ્માતો વધી રહ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય. પંચાયતના માર્ગ હોય. કે સ્ટેટના હાઈવે હોય. કે મહાનગરો અને નગરપાલિકાઓના ઈન્ટિરિયર રસ્તા હોય. અકસ્માતો થાય છે. અને સાજો સમો માણસ ક્યારે જીવન ગૂમાવે છે તે કહી શકાતું નથી. અકસ્માત એ અકસ્માત છે. અકસ્માત ગમે ત્યારે ક્ષતિરીતીથી પણ થઈ શકે. પણ અનેક અકસ્માતોમાં એ પણ જોવા મળ્યું છે. કે અકસ્માતો પાછળનું કારણ રેસ ડ્રાઈવિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઓવર સ્પીડ ડ્રાઈવિંગ, નશા સાથે ડ્રાઈવિંગ આ બધુ જોવા મળ્યું. છતાં પણ નશેડીઓની કોઈ કમી નથી. દારૂ પીને ચલાવનારાઓની કોઈ કમી નથી. રેસ લગાવનારાઓની કોઈ કમી નથી. સવાલ એ છે કે, આ કેમ થાય છે. તો આ થવા પાછળનું કારણ એ પણ છે. આ પ્રકારના લોકો વિરુદ્ધ સત્વરે, ત્વરીત અને જબરદસ્ત કાર્યવાહી થતી નથી. આરોપ તો ત્યાં સુધી લાગતા હોય છે, કેટલાક અકસ્માતોમાં ડ્રાઈવર સુદ્ધા બદલી દેવામાં આવે છે. પૈસાદાર લોકો ભાડુતી માણસને ઉભો કરી પોલીસ સમક્ષ રજૂ કરી દેવાય છે. અકસ્માત સર્જનારો બચી જાય છે. અને એટલે જ એવા નબીરાઓ કે જેના મા-બાપ ખોટું કરીને બચાવી લે છે તેમના પર અંકુશ આવતો નથી. પણ સવાલ એ છે પોલીસ તો પોલીસ છે. પોલીસનું ઈન્વેસ્ટીગેશન સતત થવું જોઈએ. અમદાવાદના SG હાઈવેની જ વાત કરીએ, તો તથ્ય કાંડમાં રાહતની વાત એ રહી કે તે સમયે લોકો હાજર હતા. સારી વાત એ પણ રહી કે, એક ટુવ્હીલર જેના ફ્રંટ સાઈડ પર કેમેરો હતો. જો એ કેમેરો ના હોત તો આ તથ્ય કદાચ ભાગી પણ ગયો હોત. અને તેના બાપે ડ્રાઈવર બદલી પણ નાખ્યો હોત. આ સવાલ આજે કેમ. તો બે વાત સામે આવે છે. પોલીસ કાર્યવાહીમાં ઢીલાશ વર્તી રહી છે. અથવા પોલીસની કાર્યવાહીમાં ઘાલમેલ થતી હોવાના બે કિસ્સા સામે આવ્યા છે. પહેલો કિસ્સો વડોદરાનો છે તો બીજો કિસ્સો રાજકોટનો છે. વડોદરાની અંદર માત્ર નશેડીની જ ધરપકડ થઈ તેવો આરોપ છે. તો રાજકોટની અંદર ડ્રાઈવર બદલી દેવાનો આરોપ છે. વાત વડોદરાની કરી લઈએ. રાજકોટની વાત ઘણી ગંભીર છે અને તેની અંદર સાચું શું ખોટું શું કહેવું તે ઘણું મુશ્કેલ છે. પણ એની પહેલા શરૂઆત વડોદરાની વાતથી કરી લઈએ. આપ તમામને યાદ હશે 13 માર્ચે હેમાલીબેન પટેલ નામની એક મહિલા કોઈ પ્રકારની ઓવરસ્પીડ કર્યા વગર જતી હતી. તેની માત્ર ભૂલ એટલી જ હતી કે, એ એવા શહેરના રોડ ઉપર વ્હીકલ લઈને નીકળી હતી. જે શહેરમાં નશેડીઓનો કોઈ ટોટો નથી. આપે દ્રશ્યો જોયા હશે એ વીડિયો જોયા હશે.રક્ષિત ચૌરસીયા નામના આ નશેડીને પોલીસે નથી પકડ્યો...તેને લોકોએ પકડીને આપ્યો છે....કારણ કે અકસ્માત કરીને તે ડંફાસ મારતો હતો...લોકોએ પકડીને આપ્યો ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી....પણ બીજા દ્રશ્યો જોજો એ દીકરી જેણે જીવ ખોયો....એ દિકરીના પરિજનોને હજુ પૂરો ન્યાય મળ્યો હોય તેવો અહેસાસ નથી થયો...કારણ કે, એ નશેડી હતો તે નશો ક્યાંથી લાવ્યો તેની કોઈ તપાસ નથી થઈ....અને રક્ષિત સિવાય કોઈ પકડાયું નથી....કદાચ એ જ કારણ છે, દીકરીના આત્માને શાંતિ મળે તે માટે ન્યાયની માંગણી સાથે કાછિયા પટેલ સમાજના લોકોએ વડોદરામાં નાછૂટકે મૌન રેલી કાઢી કેન્ડલ માર્ચ યોજી....આ કોઈ રાજકીય પક્ષના લોકો નથી....આ એ લોકો છે જેમનું હૃદય આ અકસ્માતથી દ્રવી ઉઠ્યું છે....આ એ લોકો છે જેમને પોતાના પરિવારની ચિંતા એટલા માટે છે કે આવા નશેડીઓને નશો સપ્લાય કરનાર લોકો સુધી પોલીસ પહોંચતી નથી

Category

🗞
News

Recommended