હીરા ઉદ્યોગ 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. લાખો રત્નકલાકારો બેરોજગાર થયા છે. કારખાનાઓ બંધ થવા લાગ્યા છે અને જ્યાં કારખાના ચાલુ છે ત્યાં પુરતુ કામ આપવામાં નથી આવતું...પગાર કાપ કરવામાં આવે છે. યોગ્ય કામ અને પગાર ન મળતા હવે રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે આ અંગે રજૂઆતો કરવા આજે ડાયમંડ વર્કર યુનિયને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્નકલાકાર એકતા રેલી યોજી હતી. આવતી કાલે પણ રત્નકલાકારો હડતાળ પર ઉતરવાના છે. રત્નકલાકારોએ 8 માંગણીઓ અંગે રજૂઆત કરી છે. કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે. રત્નદીપ યોજના જાહેર કરવામાં આવે. આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. મોંઘવારીને ધ્યાને રાખી 30% પગાર વધારો આપવામાં આવે. હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ભાવ વધારા પર વિશિષ્ટ સમિતિ બનાવવામાં આવે....વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે. અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે.
Category
🗞
News