• 2 days ago
અંકલેશ્વરમાં જંગલી ભૂંડે હુમલો કરતા શ્રમજીવીનું મૃત્યુ થયું. કઠોદરા પારડી ગામે શેરડી કાપવા ગયેલા શ્રમજીવી પર જંગલી ભૂંડે હુમલો કર્યો. પુત્રને બચાવવા જતા ભૂંડે શ્રમજીવી પિતા પર હુમલો કર્યો. જંગલી ભૂંડના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ.

વલસાડ જિલ્લાના ધરાસણામાં જંગલી ભૂંડનો આતંક.. લીમડો તોડવા ગયેલા 60 વર્ષીય શાંતિલાલ ભંડારી પર જંગલી ભૂંડના ટોળાએ કર્યો હુમલો. જંગલી ભૂંડોના હુમલામાં શાંતિલાલ ભંડારીને માથા, પગના ભાગે ગંભીર ઈજા પહોંચી. ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. વારંવાર જંગલી ભૂંડના હુમલાથી કંટાળીને સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની પ્રશાસન સમક્ષ માગ કરી.

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરના આતંકથી શહેરીજનોમાં ફેલાયો છે ડરનો માહોલ. ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રખડતા સાંઢે 70 વર્ષીય વૃદ્ધ પર કર્યો હુમલો. જેના કારણે મુર્તુઝા મહમદમીયા સૈયદ નામના વૃદ્ધને શરીરના અલગ અલગ અંગોમાં છ જેટલા ફેક્ચર થયા.

Category

🗞
News

Recommended