• 2 days ago
વિધાસભા ગૃહમાં આવનારા સત્રની ધ્વનિ મતના બદલે ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટેબલેટના માધ્યમથી મતદાન થશે. ધારાસભ્યોને ગૃહના નિયમો અને પ્રણાલી જાળવવાની વધુ એક વખત તાલીમ આપવા અભ્યાસવર્ગનું પણ આયોજન થઈ શકે. . આ વાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ abp અસ્મિતાના EXCLUSIVE ઇન્ટરવ્યુમાં જણાવી છે. અધ્યક્ષ તરીકે એકપણ વાર વિધાનસભા મુલતવી ના રાખવી પડ્યાનો આનંદ અને પ્રોડક્ટિવ કામગીરી થયાનું ગૌરવ થયાની લાગણી વ્યક્ત કરવાની સાથે કલાકારોને આમંત્રિત કર્યાના મુદ્દે થયેલા વિવાદ - વિક્રમ ઠાકોરની નારાજગી અને ગૃહમાં થતી ગેરશિસ્ત અંગે પણ ખુલીને બોલ્યા. વિપક્ષ અને સત્તા પક્ષમાં શું સુધારો થયો અને કેમ થયો તે અંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરેલી વાત આવો સાંભળીએ...

Category

🗞
News

Recommended