• 2 days ago
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ.. સવારે 9.30થી 9.45 વચ્ચે બ્લાસ્ટની ઘટના બની. દીપક ટ્રેડર્સ એજંસીનું ગોડાઉન હતુ.. જેમાં ફટકડાનો સંગ્રહ કરેલો હતો. બ્લાસ્ટમાં 21 મજૂરનાં મોત થયાં છે. મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટના બની ત્યારે 23 કામદારો કામ કરી રહ્યા હતા. તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. બે દિવસ અગાઉ કામ અર્થે તેઓ આવ્યા હતા. ઘટનાને પગલે ફેક્ટરી માલિક દીપક ખુબચંદાણી  ફરાર થઇ ગયો છે.. આ સાથે જ તેના ઘરે પણ કોઈ હાજર ન હતું. તપાસ માટે SITની રચના કરવામાં આવી. સરકારના મંત્રીએ બે લોકોની ધરપકડ થયાનો દાવો પણ કર્યો છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા.

Category

🗞
News

Recommended