છોટાઉદેપુરના પાણેજ ગામમાંથી ઝડપાયેલો આ એ જ હેવાન છે કે જેની પર 5 વર્ષની દીકરી પર નરબલિ ચડાવવાનો આરોપ છે. આજે સવારે 5 વર્ષની દીકરી રીતા ઘરની બહાર રમતી હતી. અને તેના માતા અને ભાઈ બહાર કપડા ધોઈ રહ્યા હતા. આ સમયે પડોશમાં રહેતો તાંત્રિક લાલો આવ્યો અને બાળકીને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચીને લઇ ગયો હતો. ડરી ગયેલી બાળકી જોર જોરથી રડવા લાગી. રડતી બાળકીનો અવાજ સાંભળી માતા પણ દોડી આવી. અને બુમાબુમ કરતા ગ્રામજનો ભેગા થઈ ગયા. પરંતુ તાંત્રિક પાસે કુહાડી જોઈને બધા ગભરાઈ ગયા. અને કોઈ બચાવવા જઈ શક્યું નહીં. બધાને જોઈને હેવાને કુહાડી વડે બાળકીના ગળાના ભાગે ઘા માર્યા. અને મોતને ઘાટ ઉતરી દીધી. બાળકીની બલી તેના ઘરમાં બનેલા નાનકડા મંદિરના પગથિયા પર આપી લોહી ચઢાવ્યું. તાંત્રિકે બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો કે તેનું ગળું ધડથી અલગ થઇ ગયું તેમજ ઘર લોહીલુહાણ થઇ ગયું. ઘટનાની જાણ બાળકીના પરિવારજને પોલીસને કરી. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી અને તાંત્રિકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
Category
🗞
News