• yesterday
સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં યુવતીઓ સાથે અશ્લિલ ઈશારા કરી ડાન્સ કરતા વેપારીઓનો વીડિયો વાયરલ થયો. ફાગોત્સવના નામે તમામ માન મર્યાદા નેવે મુકીને વેપારીઓ યુવતીઓ સાથે અશ્લિલ ડાન્સ કરતા નજરે પડ્યા. ફિલ્મી ગીતો પર યુવતીઓ સાથે વેપારીઓ ઠુમકા લગાવતા નજરે પડ્યા. એટલું જ નહીં રૂપિયા પણ ઉડાવતા નજરે પડ્યા. ટેક્સટાઈલ માર્કેટના આ વીડિયોને અન્ય વેપારીએ વખોડી કાઢી છે. હાલમાં જ શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં અનેક વેપારીઓ પાયમાલ થયા છે. ત્યારે આ વેપારીઓના અશ્લિલ ડાન્સના વાયરલ વીડિયોને લઈને ચારેય તરફથી ફિટકાર વરસી રહી છે. ટેક્સટાઇલ માર્કેટમાં દર વર્ષે હોળી આવવાના ચાર પાંચ દિવસ પહેલાથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.. ખાસ કરીને રાજસ્થાનથી આવતા કલાકારો સુરતની હોળીને અલગ જ રંગ આપી દેતા હોય છે....પરંતુ આ વખતે જે પ્રકારે નાચગાન થઈ રહ્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તમામ પ્રકારની માન મર્યાદા મૂકી દેવામાં આવી છે.

Category

🗞
News

Recommended