જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યા.. માતા-પિતા અને ભાઈ સાથે રહેતી લક્ષ્મી વેગડાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત લાવી દીધો. જો કે આત્મહત્યા પહેલા મૃતક લક્ષ્મીએ પોતાની માતા અને ભાઈને સંબોધીએ જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો. જે વીડિયોમાં ભાઈને માતાનું ધ્યાન રાખવા કહ્યુ. સાથે જ પરોક્ષ રીતે પોતાના પિતા પર આરોપ લગાવ્યા. પોતાને ઘણી સમસ્યા હોવાનો, સાથે જ તારા જેવુ પાત્ર મળી ગયુ તો તારી જેમ હેરાન થવુ પડશે તેવી વાત કરી. એટલુ જ નહીં. મારા પિતા મને વગોવામાં જ છે. એટલે જિંદગીથી કંટાળીને તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો. હાલ તો પોલીસે ઘરકંકાસમાં લક્ષ્મીએ આત્મહત્યા કરી હોવાની આશંકા સાથે વધુ તપાસ હાથ ધરી.
Category
🗞
News