• 13 hours ago
ગૃહ ઉદ્યોગના નામે સરકાર પાસેથી જમીન લઈ પોતાનું ખિસ્સું ભરતો ભાજપના કાર્યકરનો ભાંડો ફૂટ્યો છે. અમદાવાદના ગોતા વોર્ડમાં ભાજપના કાર્યકર કેયુરસિંહ ચાવડા અને અન્ય વ્યક્તિ અશોક મીઠાપરાએ ગૃહ ઉદ્યોગના નામે એસ્ટેટ વિભાગ પાસેથી જમીન માગ હતી. જાન્યુઆરી 2025માં માગણી કરાઈ હતી.  એક હજાર રૂપિયાના દૈનિક વેતન પેટે આ જગ્યા તેમને ફાળવવામાં પણ આવી હતી.

કેયુરસિંહ ચાવડા જેમણે મહિલા મેળો અને ગૃહ ઉદ્યોગના હેતુથી પાંચ હજાર ચોરસ મીટર જગ્યાની માગ કરી હતી. 16 જાન્યુઆરીએ આ ઠરાવ મંજૂર થયો.  6 મહિનાની મંજૂરી પણ આપી. એક હજારના દૈનિકના વેતન પર આ જગ્યા આપવામાં આપવામાં આવી હતી. 

અશોક મીઠાપર. જેણે પ્રદર્શન અને વેચાણના હેતુ માટે જગ્યાની માગ કરી હતી. 10 હજાર ચોરસ મીટર જગ્યા તેમને ફાળવવામાં આવી. બીજી જાન્યુઆરીએ આ ઠરાવ મંજૂર થયો. મંજૂરી મળ્યા બાદ 6 માસ માટે ભાડે દેવાઈ હતી. 

દૈનિક એક હજારનું વેતન પેટે જગ્યા ફાળવાય.. નહેરુનગર પાથરણા બજારના વેપારીઓને સ્ટોલ ઉભા કરી આપવાનું આયોજન હતું. 300થી વધુ સ્ટોલ ઉભા કરવાની પેરવીમાં હતા આ બંને શખ્સ.. AMCના ધ્યાને આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો... તેઓનો પરવાનો રદ કરાયો.. એટલે કે આ બંને શખ્સ પોતાની ભાડા પેટેની જમીનના દૈનિક એક હજાર રૂપિયા જ ચૂકવશે.  પરંતુ આ પાથરણાવાળા પાસેથી મસમોટી રકમ વસૂલશે. અને બાકીના રૂપિયા પોતાના ખિસ્સામાં નાખશે....

Category

🗞
News

Recommended