• 2 days ago
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડિયાના DYSP સંજય શર્મા વચ્ચે ગુરુવારે સવારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવા દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અંગે રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોલીસ અધિક્ષક કચેરી, નર્મદા ખાતે પહોંચ્યા હતા.

જો કે, એસપી ઓફિસ પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સ્થિતિ તંગ બની હતી.

ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ એસપી ઓફિસ જવા નીકળ્યા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન કેવડિયાના ડીવાયએસપી સંજય શર્મા સાથે તેમની બોલાચાલી થઈ હતી. વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે ડીવાયએસપીને ધારાસભ્ય તરીકે સીધી રીતે વાત કરવાનું કહ્યું તો તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

Category

🗞
News

Recommended