• 8 years ago
વઢવાણ ના માધવ સીહ ઝાલા એ વઢવાણ ના પાદર મા એક વાવ બન્ધાવેલ જે આજે સુરેન્દ્ર નગર ના લોકો માટે પ્રવાસન સ્થળ બની ગયુ છે.
વરસો પહેલા ની વાત છે. કચ્છ બાજુ કેહલો ભગત અને બીજા ૧૫૦ જેટલા માણશો પોતાના માલ ઢોર લઇને વઢવાણ ના પાદર મા આવેલ વાવ પાસે રોકણ કરે છે. સમય વિતતો જાય છે. ભગત આન્ખે દેખતા નથી ને પોતે અપન્ગ છે. પોતાની સાથે આવેલા માણશો ભગત ને મુકીને ચાલ્યા જાય છે. ભગત પાચ સાત દિવસ ના ભુખ્યા છે. એ દરમીયાન સતવારા ની દીકરી પોતાના બાપ ને ભાત લઇને વાડીએ ભાત દેવા જાતી હોય છે. તેને સાદ કરીને બોલાવી ખાવા માન્ગે છે. આમ કરતા છએક મહીના વીતી જાય છે. એક દીવસ દિકરી ભગત ને કહે છે. બાપુ કાલથી હુ ભાત લઇને નહિ આવુ કેમ કે મારા લગન છે અને હવે હુ માર ઘેર જવાની છુ. ભગતે આવાત સામ્ભળિ દીકરી ને કહયુ બેટા સામે પડયો તે મારો કરન્ડીયો આપ દીકરી આપે છે. ભગત એ દીકરી ને કરન્ડીયા માથી કાપડુ કાઢી ને આપે છે . અને કહે છે બેટા મારી પાસે તને આપવા બીજુ તો કઇ નથી પણ આ કાપડા મા હુ તને મારી મા મેલડી આપુ છુ. દુખ પડે ત્યારે સાદ
કરજે મા મેલડી તારુ દુખ મટાડશે .
દીકરી ના લગન થાય છે. અને બને છે. અવળુ . દીકરી ના સાસરીયા દીકરી ને મેણા મારીને કાઢી મુકે છે. કે ભગત પાસે થી લાવેલ મા મેલડી ના કારણે આપણા ઘરમા નુકશાન થાય છે. આને કાઢી મુકો.
દીકરી રડતી રડતી ભગત પાસે જાય છે. અને કહે છે. બાપુ મને તો માર સાસરીયાઓ એ કાઢી મુકી ભગત પાસે થી લાવેલ મા મેલડી ના કારણે આપણા ઘરમા નુકશાન થાય છે. આને કઢી મુકો. એવુ મેણુ મારીને કાઢી મુકી . બાપુ મારુ ઘર ભાન્ગયુ બાપુ. ભગત ને આ વાત સામ્ભળીને આઘાત લાગે છે અને દુખમા ને દુખમા બોલે હે મા મેલડી મારી દીકરી ને તો કાઢી મુકી ને એ આવી પણ “” નકટી “” તુ પણ પાશી આવી.
લોક વાર્તા મુજબ મા નકટી વાવ ની મેલડી નો કઇક આવો ઇતીહાશ છે.
જય મા નકટી વાવ ની મેલડી .

Category

🏖
Travel

Recommended