સુરતમાં છેલ્લા ઘણા સમયથી કથિત RTI એક્ટિવિસ્ટ અને પત્રકાર RTI કરીને ખંડણી માંગી લોકોને હેરાન કરી રહ્યા છે. ત્યારે રંજાડતા તોડબાજો સામે સખતાઈથી કાર્યવાહી કરવા સંકલનમાં સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ અવાજ ઉઠાવ્યો હતો. કે સાપ્તાહિક, પાક્ષિક અને માસિક ન્યૂઝ પેપરનું લાઈસન્સ મેળવ્યા બાદ RTIનો હથિયાર તરીકે ઉપયોગ કરી બાંધકામ સહિતના પ્રશ્નો મુદ્દે શહેરના નાગરિકોને હેરાન કરવામાં આવે છે. આ અંગે તેમણે સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરી હતી. તેની આ લડત હવે રંગ લાવી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ RTIનો દુરૂપયોગ થતો હોવાની.. એટલુ જ નહીં. કથિત પત્રકારો મિલકત ધારકો પાસે ખંડણી ઉધરાવતા હોવાની રજૂઆત કરી. જે રજૂઆતના આધારે સુરત પોલીસે આવા 46 તોડબાજ પત્રકારો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી.. એટલુ જ નહીં. ધારાસભ્ય અરવિંદ રાણા આવા તોડબાજ પત્રકારોના ન્યૂઝ પેપરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.. તેમના એક્રેડેશન કાર્ડ પણ રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. અરવિંદ રાણાની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા.. કલેક્ટરે પત્ર લખીને આવા તમામ તોડબાજ પત્રકારોના ન્યૂઝપેપરના લાયસન્સ રદ કરવાની દિલ્લી ઓફિસમાં રજૂઆત કરી.
Category
🗞
News