Skip to playerSkip to main contentSkip to footer
  • today
GPSCની ક્લાસ-1 અને 2ની પરીક્ષા આજે યોજાશે. 21 જિલ્લાના 97 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે..પરીક્ષા કેંદ્ર પર ઉમેદવારોને પોણા 2 કલાક વહેલા પ્રવેશ અપાશે...જીપીએસસી વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 જગ્યા માટે પરીક્ષા યોજાશે...તો દિવ્યાંગ ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વની છે..તેમના માટે કુલ 37 જગ્યા  અનામત રખાઇ છે.  જેમાં વર્ગ-1 માટે 9 જ્યારે વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઉમેદવારોએ બેસવું પડશે... ઉમેદવારોએ બુટ-ચપ્પલ પરીક્ષા ખંડ બહાર ઉતારવા પડશે.. 15 મિનિટ પહેલાં ઉમેદવારોને OMR અપાશે. પ્રશ્નપત્ર 12 વાગ્યે જ અપાશે. ઉેમદવારોના બાયોમેટ્રિક લેવામાં નહીં આવે. OMRમાં ફિંગરપ્રિન્ટ લેવાશે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સમયે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે.

Category

🗞
News

Recommended