સૂર્ય પુત્રી તાપી નદી. કેમિકલ માફિયાઓએ એ હદે પ્રદૂષણ ફેલાવ્યું છે કે, તાપીનું પાણી શુદ્ધ રહ્યું નથી. આ પોલ ખુદ ભાજપના જ કોર્પોરેટરે ખોલી છે. અઠવા અને રાંદેરમાં જ ગંદાપાણીની 60થી વધુ ફરિયાદ મળી હતી. જેને લઈને પાણી સમિતિના વાઈસ ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે રાંદેર અને અઠવા ઝોનમાં દૂષિત પાણી શા માટે આવી રહ્યું છે તેને લઈને સર્વે કરવા નીકળ્યા હતા. તાપી નદીના 7 કિલોમીટર રેન્જમાં જ્યારે સર્વે કર્યો તો એક દારૂની ભઠ્ઠી, ત્રણ જગ્યાએ કેમિકલના આઉટલેટ અને એક જગ્યાએ ગેરકાયદે તબેલો મળી આવ્યો. આ તમામ પ્રવૃત્તિઓથી નદીમાં સીધા ઝેરી પદાર્થ છોડવામાં આવી રહ્યા હતા. જેના કારણે નદીનું પાણી અત્યંત દૂષિત થઈ ગયું છે. એક તરફ તાપી શુદ્ધીકરણ પર કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે, બીજી તરફ તાપીની આ સ્થિતિ થવા પાછળ પાણી સમિતિએ બેફામ કેમિકલ માફિયાઓને જવાબદાર ગણાવ્યા છે.
Category
🗞
News