રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે થયેલા દુર્વ્યવહારમાં થયો છે મોટો ખુલાસો. સ્કૂલ સંચાલકોએ 11 એપ્રિલના CCTV ફુટેજ જાહેર કર્યા. બાળકી સ્કૂલે આવે છે ત્યાંથી લઈને ઘરે જાય છે ત્યા સુધીના સીસીટીવી જાહેર કરાયા. સીસીટીવીમાં વાલીઓએ જે શિક્ષિકા પર આરોપ લગાવ્યો છે તે બાળકીની બાજુમાં પણ ન જતા હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. જે દિવસે
બાળકી સાથે દુર્વ્યવહાર કરાયાનો આરોપ લાગ્યો તે દિવસે સ્કૂલમાં પરીક્ષા હતી. સ્કૂલે આખાય ઘટનાક્રમના સીસીટીવી પોલીસ અને શિક્ષણ વિભાગને આપ્યા છે. તો બીજી તરફ શિક્ષિકા મિત્તલબેન વિરૂદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. આ તરફ આ સમગ્ર મુદ્દે NSUIએ પણ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ.. NSUIના કાર્યકર્તાઓ જબરદસ્તીથી સ્કૂલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો.. જો કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વિરોધ કરતા NSUIના કાર્યકર્તાઓની ટિંગાટોળી કરીને અટકાયત કરી.

Category
🗞
News