• 2 weeks ago
મહેસાણામાં નિયમોનો સરેઆમ ભંગ કરીને વિદ્યાર્થીઓને જીવના જોખમે કરાવાઈ મુસાફરી. ટ્રક અને ટ્રેકટરોમાં ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓ તળેટી પ્રાથમિક શાળા અને રામોસણા પે શાળાના છે. જેમને જીવના જોખમે શહેરના ટાઉન હોલમાં જાદુગરનો શો જોવા માટે લઈ જવાયા હતા. ધગધગતા તાપમાં આ રીતે વિદ્યાર્થીઓએ મુસાફરી કરી. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ પરિવહન અને પ્રવાસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અને ટેમ્પા બેસાડ્યા. આ થઈ સિક્કાની એક બાજુ. સિક્કાની બીજી બાજૂ છે કે મજબૂરીમાં શાળાના આચાર્યએ બાળકોને ટેમ્પોમાં મુસાફરી કરાવી. શાળામાં ભણતા તમામ વિદ્યાર્થી ગરીબ વર્ગના છે. જે પરિવહનના વધુ પૈસા ચૂકવી શકે તેમ ન હતા. અને શાળાના શિક્ષકો બાળકોને ભૌતિક જ્ઞાન મળી રહે તે હેતુથી ટેમ્પોમાં બાળકોને લઈ ગયા હતા.

Category

🗞
News

Recommended