Skip to playerSkip to main contentSkip to footer
  • 3/12/2025
હીરા ઉદ્યોગમાં મંદીને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્રણ મંત્રી અને એક અધિકારીની બનાવી કમિટી. બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનશેરીયા અને હર્ષ સંઘવીનો સમાવેશ. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવનો પણ કમિટીમાં સમાવેશ. રત્ન કલાકારો અને હીરાના વેપારીઓને સરકાર શું મદદ કરી શકે તે અંગેનો અહેવાલ કમિટી તૈયાર કરશે..આગામી 15 દિવસમાં સરકાર આ અંગે લેશે નિર્ણય.

સુરતમાં ડાયમંડ ઉદ્યોગકારોએ કલેકટર સાથે બેઠક કરી. જેમાં ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. હીરા ઉદ્યોગમાં મંદી અને રત્નકલાકારોની સ્થિતિ મુદ્દે આ બેઠકમાં રજૂઆત કરાઈ. તેમના બાળકોની સ્કૂલ ફી અને ઘરના ભાડા માટે વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ. બેંકના હપ્તા ન ભરી શકતા રત્ન કલાકારોને સહાય આપવાની બેઠકમાં માંગ કરી. સાથે જ મંદીમાંથી હીરા ઉદ્યોગને ઉગારવા સ્પેશિયલ પેકેજની માગ કરાઈ..

હીરા ઉદ્યોગકારોની કલેકટર સાથેની આ બેઠક હકારાત્મક રહી. હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી કે આગામી પાંચ દિવસમાં સારા સમાચાર મળી શકે.. આ બેઠકમાં GJEPCના પૂર્વ ચેયરમેન દિનેશ નાવડિયાએ ઉદ્યોગકારો અંગે રજૂઆત કરી તો ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે રત્નકલાકારો અંગે રજૂઆત કરી.. આ પહેલા મંગળવારે હીરા ઉદ્યોગકારોના પ્રતિનીધીમંડળે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હતી.

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે 3 મંત્રી અને 1 અધિકારીની કમિટી બનાવી. જેમાં બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનશેરીયા અને હર્ષ સંઘવીનો સમાવેશ કરાયો.. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસનો પણ કમિટીમાં સમાવેશ કરાયો. આ કમીટી રત્ન કલાકારોને સરકાર શું મદદ કરી શકે તેને લઈને અહેવાલ તૈયાર કરશે.. ડાયમંડ એસોસિએશન અને હીરાના વેપારીઓ સાથે મળીને કમિટી અહેવાલ તૈયાર કરશે. કમિટીની ભલામણ બાદ 15 દિવસમાં સરકાર હીરા ઉદ્યોગ માટે મોટો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Category

🗞
News

Recommended