ચીનનું સ્વપ્ન તૂટ્યું: 60 વર્ષમાં પહેલીવાર વસ્તીમાં ઘટાડો, આંકડાઓ જાહેર કર્યા

Sandesh
Sandesh
10 followers
last year
દુનિયામાં સૈન્ય અને આર્થિક તાકાતના જોરે રાજ કરી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મોટો ઝટકો લાગ્યો છે. ચીને દેશમાં વધતી વૃદ્ધોની વસ્તી અને ઘટી રહેલા જન્મ દર વચ્ચે 60 વર્ષમાં પ્રથમ વખત તેની એકંદર વસ્તીમાં ઘટાડો જાહેર કર્યો છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, દેશમાં 2022ના અંતમાં પાછલા વર્ષની સરખામણીએ 850,000 ઓછા લોકો હશે.

Recommended