ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં થર્ડ અમ્પાયરે હાર્દિક પંડ્યાને આઉટ આપવા અંગે ખૂબ જ વિચિત્ર નિર્ણય આપ્યો હતો. હાર્દિક પંડ્યા 28 રને રમી રહ્યો હતો અને ડેરીલ મિશેલનો બોલ બેટને ટચ કર્યા વગર વિકેટકીપર સુધી પહોંચે છે અને બેઈલ પડતા જોવા મળે છે, ત્યારબાદ ફિલ્ડ અમ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને રિફર કર્યો હતો. આના પર ઘણી વખત રિપ્લે જોયા પછી, થર્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યો, જ્યારે કોમેન્ટેટર મોહમ્મદ કૈફ, સંજય બાંગર અને હાર્દિક પંડ્યા પોતે તેની સાથે સહમત ન હતા.
Category
🗞
News