• 2 years ago
બોટાદના ખસ રોડ સાળગપુર ચોકડી પાસે વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોધવામાં આવી છે. વ્યાજખોરો દ્વારા સતત ઉઘરાણી થતી હોવાથી યુવકે આત્મહત્યા કર્યા હોવાનું પરિવારજનોએ રટણ કર્યું હતું. મૃતક યુવકનું નામ જગદીશભાઈ છનાભાઈ બથવાર જેમની ઉંમર 30 વર્ષ હતી. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ બનાવ પગલે તપાસ હાથ ધરી છે.

Category

🗞
News

Recommended