• 2 years ago
ચીનમાં ગુઆંગઝૂમાં એક શખ્સે ભીડવાળા વિસ્તારમાં કેટલાંય લોકોને કારથી કચડી નાંખ્યા. અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 13થી વધુ લોકો ઘાયલ કહેવાય છે. એટલું જ નહીં આરોપીએ અકસ્માત બાદ નોટોના બંડલ હવામાં ઉડાડયા.

રિપોર્ટ અનુસાર પોલીસે 22 વર્ષના આરોપીને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી છે. જ્યારે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લોકો આ વાતને સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરી રહ્યા છે.

Category

🗞
News

Recommended